________________ 468 અજ્ઞાનદશા વર્તતી હોય અને તે દશાને મુંબઈ, ભાદ્રપદ, 1949 અજ્ઞાનદશા વર્તતી હોય અને તે દશાને જ્ઞાનદશા જીવે ભૂમાદિ કારણથી માની લીધી હોય ત્યારે તેવા તેવા દેહને દુઃખ થવાના પ્રસંગોમાં અથવા તેવાં બીજાં કારણોમાં જીવ દેહની શાતાને ભજવાની ઇચ્છા કરે છે, અને તેમ વર્તવાનું કરે છે. સાચી જ્ઞાનદશા હોય તો તેને દેહને દુઃખપ્રાપ્તિનાં કારણો વિષે વિષમતા થતી નથી, અને તે દુઃખને ટાળવા એટલી બધી ચીવટ પણ હોતી નથી.