________________ 7. જીવે મુખ્યમાં મુખ્ય આ વાત વિશેષ ધ્યાન આપવા જેવી છે, કે સત્સંગ થયો હોય તો સત્સંગમાં સાંભળેલ શિક્ષાબોધ પરિણામ પામી, સહેજ જીવમાં ઉત્પન્ન થયેલ કદાગ્રહાદિ દોષો તો છૂટી જવા જોઈએ, કે જેથી સત્સંગનું અવર્ણવાદપણું બોલવાનો પ્રસંગ બીજા જીવોને આવે નહીં. 8, જ્ઞાની પુરુષે કહેવું બાકી નથી રાખ્યું, પણ જીવે કરવું બાકી રાખ્યું છે. એવો યોગાનુયોગ કોઈક જ વેળા ઉદયમાં આવે છે. તેવી વાંછાએ રહિત મહાત્માની ભક્તિ તો કેવળ કલ્યાણકારક જ નીવડે છે; પણ કોઈ વેળા તેવી વાંછા મહાત્મા પ્રત્યે થઈ અને તેવી પ્રવૃત્તિ થઈ ચૂકી, તોપણ તે જ વાંછા જો અસપુરુષમાં કરી હોય અને જે ફળ થાય છે, તે કરતાં આનું ફળ જુદું થવાનો સંભવ છે. પુરુષ પ્રત્યે તેવા કાળમાં જો નિઃશંકપણું રહ્યું હોય, તો કાળે કરીને તેમની પાસેથી સન્માર્ગની પ્રાપ્તિ હોઈ શકે છે. એક પ્રકારે અમને પોતાને એ માટે બહુ શોચ રહેતો હતો, પણ તેનું કલ્યાણ વિચારીને શોચ વિસ્મરણ કર્યો છે. મન, વચન, કાયાના જોગમાંથી જેને કેવળીસ્વરૂપભાવ થતાં અહંભાવ મટી ગયો છે, એવા જ જ્ઞાનીપુરુષ, તેના પરમઉપશમરૂપ ચરણારવિંદ તેને નમસ્કાર કરી, વારંવાર તેને ચિંતવી, તે જ માર્ગમાં પ્રવૃત્તિની તમે ઇચ્છા કર્યા કરો એવો ઉપદેશ કરી, આ પત્ર પૂરો કરું છું. | વિપરીત કાળમાં એકાકી હોવાથી ઉદાસ ! ! !