________________ 464 થોડા વખત માટે મુંબઈમાં પ્રવર્તનથી અવકાશ મુંબઈ, શ્રાવણ વદ 4, બુધ, 1949 થોડા વખત માટે મુંબઈમાં પ્રવર્તનથી અવકાશ લેવાનો વિચાર સૂઝી આવવાથી એક બે સ્થળે લખવાનું બન્યું હતું, પણ તે વિચાર તો થોડા વખત માટે કોઈ નિવૃત્તિક્ષેત્ર પ્રત્યે સ્થિતિ કરવાનો હતો. વવાણિયા કે કાઠિયાવાડ તરફની સ્થિતિનો નહીં હતો. હજુ તે વિચાર ચોક્કસ વ્યવસ્થામાં આવ્યો નથી. ઘણું કરી આ પક્ષમાં અને ગુજરાત તરફના કોઈ કોઈ નિવૃત્તિક્ષેત્રને વિષે વિચાર આવવા સંભવ છે. વિચાર વ્યવસ્થા પામ્યથી લખી જણાવીશ. એ જ વિનંતી. સર્વેને પ્રણામ પ્રાપ્ત થાય.