________________ 462 જવાહિરી લોકોનું એમ માનવું છે કે એક સાધારણ મુંબઈ, શ્રાવણ સુદ 5, 1949 જવાહિરી લોકોનું એમ માનવું છે કે એક સાધારણ સોપારી જેવું સારા રંગનું, પાણીનું અને ઘાટનું માણેક (પ્રત્યક્ષ) એબ રહિત હોય તો તેની કરોડો રૂપિયા કિંમત ગણીએ તોપણ તે ઓછું છે. જો વિચાર કરીએ તો માત્ર તેમાં આંખનું ઠરવું અને મનની ઇચ્છા ને કલ્પિત માન્યતા સિવાય બીજું કાંઈ નથી, તથાપિ એક આંખના ઠરવાની એમાં મોટી ખૂબીને માટે અને દુર્લભ પ્રાપ્તિને કારણે જીવો તેનું અદભુત માહામ્ય કહે છે; અને અનાદિ દુર્લભ, જેમાં આત્મા ઠરી રહે છે એવું જે સત્સંગરૂપ સાધન તેને વિષે કંઈ આગ્રહ-રુચિ નથી, તે આશ્ચર્ય વિચારવા યોગ્ય છે.