________________ 458 અંબાલાલના નામથી એક પતું લખ્યું છે તે મુંબઈ, બીજા અસાડ સુદ 12, મંગળ, 1949 અંબાલાલના નામથી એક પતું લખ્યું છે તે પહોંચ્યું હશે. તેમાં આજે એક કાગળ લખવાનું જણાવ્યું છે. લગભગ એક કલાક વખત વિચાર વર્તતાં કંઈ સૂઝ ન થવાથી કાગળ લખવાનું બન્યું નથી. તે ક્ષમા યોગ્ય ઉપાધિના કારણથી હાલ અત્રે સ્થિતિ સંભવે છે. તમારો કોઈ ભાઈઓનો પ્રસંગ, આ બાજુનો હાલ કંઈ થોડા વખતમાં થાય એવો સંભવ હોય તો જણાવશો. ભક્તિપૂર્વક પ્રણામ.