________________ 456 ઘણું કરીને પ્રાણીઓ આશાથી જીવે છે મુંબઈ, પ્રથમ આષાઢ વદ 14, બુધ, 1949 ઘણું કરીને પ્રાણીઓ આશાથી જીવે છે. જેમ જેમ સંજ્ઞા વિશેષ હોય છે તેમ તેમ વિશેષ આશાના બળથી જીવવું થાય છે. એક માત્ર જ્યાં આત્મવિચાર અને આત્મજ્ઞાનનો ઉદ્ભવ થાય છે, ત્યાં સર્વ પ્રકારની આશાની સમાધિ થઈ જીવના સ્વરૂપથી જિવાય છે. જે કોઈ પણ મનુષ્ય ઇચ્છે છે, તે ભવિષ્યમાં તેની પ્રાપ્તિ ઇચ્છે છે, અને તે પ્રાપ્તિની ઇચ્છારૂપ આશાએ તેની કલ્પનાનું જીવવું છે, અને તે કલ્પના ઘણું કરી કલ્પના જ રહ્યા કરે છે; જો તે કલ્પના જીવને ન હોય અને જ્ઞાન પણ ન હોય તો તેની દુઃખકારક ભયંકર સ્થિતિ અકથ્ય હોવી સંભવે છે. સર્વ પ્રકારની આશા, તેમાં પણ આત્મા સિવાય બીજા અન્ય પદાર્થની આશામાં સમાધિ કેવા પ્રકારે થાય તે કહો.