________________ 451 કૃષ્ણદાસનો પ્રથમ વિનયભક્તિરૂપ કાગળ મળ્યો હતો મુંબઈ, પ્રથમ અસાડ સુદ 9, 1949 કૃષ્ણદાસનો પ્રથમ વિનયભક્તિરૂપ કાગળ મળ્યો હતો. ત્યાર પછી ત્રિભોવનનો કાગળ અને ત્યાર પછી તમારું પતું પહોંચ્યું છે. ઘણું કરી રવિવારે કાગળ લખી શકાશે. સત્સંગના ઇચ્છાવાન જીવોની પ્રત્યે કંઈ પણ ઉપકારક સંભાળ થતી હોય તો તે થવા યોગ્ય છે. પણ અવ્યવસ્થાને લીધે અમે તે કારણોમાં અશક્ત થઈ વર્તીએ છીએ, તે અંતઃકરણથી કહીએ છીએ કે ક્ષમા યોગ્ય છે. એ જ વિનંતી.