________________ 449 શુદ્ધ ચિત્તથી વિદિત કરેલી તમારી વિજ્ઞપ્તિ મુંબઈ, જેઠ સુદ 11, શુક્ર, 1949 વૈરાગ્યાદિ સાધનસંપન્ન ભાઈ કૃષ્ણદાસ, શ્રી ખંભાત. શુદ્ધ ચિત્તથી વિદિત કરેલી તમારી વિજ્ઞપ્તિ પહોંચેલ છે. સર્વ પરમાર્થનાં સાધનમાં પરમસાધન તે સત્સંગ છે, સપુરુષના ચરણ સમીપનો નિવાસ છે. બધા કાળમાં તેનું દુર્લભપણું છે; અને આવા વિષમ કાળમાં તેનું અત્યંત દુર્લભપણું જ્ઞાનીપુરુષોએ જાણ્યું છે. જ્ઞાની પુરુષોની પ્રવૃત્તિ, પ્રવૃત્તિ જેવી હોતી નથી. ઊના પાણીને વિષે જેમ અગ્નિપણાનો મુખ્ય ગુણ કહી શકાતો નથી, તેમ જ્ઞાનીની પ્રવૃત્તિ છે; તથાપિ જ્ઞાનીપુરુષ પણ નિવૃત્તિને કોઈ પ્રકારે પણ ઇચ્છે છે. પૂર્વે આરાધન કરેલાં એવાં નિવૃત્તિનાં ક્ષેત્રો, વન, ઉપવન, જોગ, સમાધિ અને સત્સંગાદિ જ્ઞાની પુરુષને પ્રવૃત્તિમાં બેઠાં વારંવાર સાંભરી આવે છે. તથાપિ ઉદયપ્રાપ્ત પ્રારબ્ધને જ્ઞાની અનુસરે છે. સત્સંગની રુચિ રહે છે, તેનો લક્ષ રહે છે, પણ તે વખત અત્ર વખત નિયમિત નથી. કલ્યાણને વિષે પ્રતિબંધરૂપ જે જે કારણો છે, તે જીવે વારંવાર વિચારવા ઘટે છે; તે તે કારણોને વારંવાર વિચારી મટાડવાં ઘટે છે, અને એ માર્ગને અનુસર્યા વિના કલ્યાણની પ્રાપ્તિ ઘટતી નથી. મળ, વિક્ષેપ અને અજ્ઞાન એ અનાદિના જીવના ત્રણ દોષ છે. જ્ઞાની પુરુષોનાં વચનની પ્રાપ્તિ થયે, તેનો યથાયોગ્ય વિચાર થવાથી, અજ્ઞાનની નિવૃત્તિ હોય છે. તે અજ્ઞાનની સંતતિ બળવાન હોવાથી તેનો રોધ થવાને અર્થે અને જ્ઞાનીપુરુષનાં વચનોનો યથાયોગ્ય વિચાર થવાને અર્થે, મળ અને વિક્ષેપ મટાડવાં ઘટે છે. સરળપણું, ક્ષમા, પોતાના દોષનું જોવું, અલ્પારંભ, અલ્પપરિગ્રહ એ આદિ મળ મટવાનાં સાધન છે. જ્ઞાનીપુરુષની અત્યંત ભક્તિ તે વિક્ષેપ મટવાનું સાધન છે. જ્ઞાનીપુરુષના સમાગમનો અંતરાય રહેતો હોય, તે તે પ્રસંગમાં વારંવાર તે જ્ઞાની પુરુષની દશા, ચેષ્ટા અને વચનો નીરખવા, સંભારવા અને વિચારવા યોગ્ય છે. વળી તે સમાગમના અંતરાયમાં, પ્રવૃત્તિના પ્રસંગોમાં, અત્યંત સાવધાનપણું રાખવું ઘટે છે; કારણ કે એક તો સમાગમનું બળ નથી, અને બીજો અનાદિ અભ્યાસ છે જેનો, એવી સહજાકાર પ્રવૃત્તિ છે; જેથી જીવ આવરણપ્રાપ્ત હોય છે. ઘરનું, જ્ઞાતિનું, કે બીજાં તેવાં કામોનું કારણ પડ્યે ઉદાસીનભાવે પ્રતિબંધરૂપ જાણી પ્રવર્તન ઘટે છે. તે કારણોને મુખ્ય કરી કોઈ પ્રવર્તન કરવું ઘટતું નથી; અને એમ થયા વિના પ્રવૃત્તિનો અવકાશ પ્રાપ્ત થાય નહીં. આત્માને ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પના વડે વિચારવામાં લોકસંજ્ઞા, ઓઘસંજ્ઞા અને અસત્સંગ એ કારણો છે, જે કારણોમાં ઉદાસીન થયા વિના, નિ:સત્વ એવી લોકસંબંધી જપતપાદિ ક્રિયામાં સાક્ષાત મોક્ષ નથી, પરંપરા મોક્ષ નથી, એમ માન્યા વિના, નિઃસત્વ એવા અસશાસ્ત્ર અને અસદગુરૂ જે આત્મસ્વરૂપને આવરણનાં મુખ્ય