________________ 448 શ્રી મહાવીરદેવને ગૌતમાદિ મુનિજન એમ પૂછતા હતા મુંબઈ, વૈશાખ વદ 9, 1949 શ્રી મહાવીરદેવને ગૌતમાદિ મુનિજન એમ પૂછતા હતા કે હે પૂજ્ય ! ‘માહણ’, શ્રમણ’, ‘ભિક્ષુ', અને ‘નિર્ગથ’ એ ચાર શબ્દનો અર્થ શો છે, તે અમને કહો. તે અર્થ ત્યાર પછી શ્રી તીર્થકર વિસ્તારથી કહેતા હતા. ઘણા પ્રકારની વીતરાગ અવસ્થાઓ તે ચારની અનુક્રમે વિશેષથી વિશેષ કરી કહેતા હતા, અને એમ તે શબ્દનો અર્થ શિષ્યો ધારતા હતા. નિગ્રંથની ઘણી દશાઓ કહેતાં એક “આત્મવાદપ્રાપ્ત’ એવો શબ્દ તે નિગ્રંથનો તીર્થકર કહેતા હતા. ટીકાકાર શીલાંગાચાર્ય તે “આત્મવાદપ્રાપ્ત’ શબ્દનો અર્થ એમ કહેતા હતા કે ‘ઉપયોગ છે લક્ષણ જેનું, અસંખ્ય પ્રદેશી, સંકોચવિકાસનું ભાજન, પોતાનાં કરેલાં કર્મોનો ભોક્તા, વ્યવસ્થાએ કરી દ્રવ્યપર્યાયરૂપ, નિત્યાનિત્યાદી અનંત ધર્માત્મક એવા આત્માને જાણનાર.' 1 જુઓ, શ્રી સૂત્રકૃતાંગસૂત્ર, શ્રુતસ્કંધ 1, અધ્યયન 16, ગાથા 5: ‘માવાયત્તે’ = માત્મવાદ્રપ્રાપ્ત માત્મનઃ उपयोगलक्षणस्य जीवस्यासंख्येयप्रदेशात्मकस्य संकोचविकाशभाजः स्वकृतफलभुजः प्रत्येकसाधारणतया व्यवस्थितस्य द्रव्यपर्यायतया नित्यानित्यायनंतधर्मात्मकस्य वा वाद आत्मवादस्तं प्राप्त आत्मवादप्राप्तः सम्यग् यथावस्थितात्मस्वतत्त्ववेदीत्यर्थः /