________________ 446 પ્રદેશે પ્રદેશથી જીવના ઉપયોગને મુંબઈ, વૈશાખ વદ 6, રવિ, 1949 પ્રદેશે પ્રદેશથી જીવના ઉપયોગને આકર્ષક એવા આ સંસારને વિષે એક સમયમાત્ર પણ અવકાશ લેવાની જ્ઞાની પુરુષોએ હા કહી નથી, કેવળ તે વિષે નકાર કહ્યો છે. તે આકર્ષણથી ઉપયોગ જો અવકાશ પામે તો તે જ સમયે તે આત્માપણે થાય છે. તે જ સમયે આત્માને વિષે તે ઉપયોગ અનન્ય થાય છે. એ આદિ અનુભવવાર્તા તે જીવને સત્સંગના દ્રઢ નિશ્ચય વિના પ્રાપ્ત થવી અત્યંત વિકટ છે. તે સત્સંગ નિશ્ચયપણે જાણ્યો છે, એવા પુરુષને તે સત્સંગનો યોગ રહેવો એ દુષમકાળને વિષે અત્યંત વિકટ છે. જે ચિંતાના ઉપદ્રવે તમે મુઝાઓ છો, તે ચિંતાઉપદ્રવ કોઈ શત્રુ નથી. કોઈ જ્ઞાનવાર્તા જરૂર લખજો. પ્રેમભક્તિએ નમસ્કાર.