________________ 443 સંસારસંબંધી કારણના પદાર્થોની પ્રાપ્તિ સુલભપણે મુંબઈ, ચૈત્ર વદ 8, રવિ, 1949 સંસારસંબંધી કારણના પદાર્થોની પ્રાપ્તિ સુલભપણે નિરંતર પ્રાપ્ત થયા કરે અને બંધન ન થાય એવા કોઈ પુરુષ હોય, તો તે તીર્થકર કે તીર્થકર જેવા જાણીએ છીએ; પણ પ્રાયે એવી સુલભ પ્રાપ્તિના જોગથી જીવને અલ્પ કાળમાં સંસાર પ્રત્યેથી અત્યંત એવો વૈરાગ્ય થતો નથી. અને સ્પષ્ટ આત્મજ્ઞાન ઉદય થતું નથી, એમ જાણી, જે કંઈ તે સુલભ પ્રાપ્તિને હાનિ કરનારા જોગ બને છે, તે ઉપકારકારક જાણી સુખે રહેવા યોગ્ય છે.