________________ 1442.1 ચિત્તમાં તમે પરમાર્થની ઇચ્છા રાખો છો મુંબઈ, ચૈત્ર વદ 7, 1949 ચિત્તમાં તમે પરમાર્થની ઇચ્છા રાખો છો એમ છે; તથાપિ તે પરમાર્થની પ્રાપ્તિને અત્યંતપણે બાધ કરવાવાળા એવા જે દોષ તે પ્રત્યે અજ્ઞાન, ક્રોધ, માનાદિના કારણથી ઉદાસ થઈ શકતા નથી અથવા તેની અમુક વળગણામાં રુચિ વહે છે ને તે પરમાર્થને બાધ કરવાનાં કારણ જાણી અવશય સર્પના વિષની પેઠે ત્યાગવા યોગ્ય છે. કોઈનો દોષ જોવો ઘટતો નથી, સર્વ પ્રકારે જીવના દોષનો જ વિચાર કરવો ઘટે છે, એવી ભાવના અત્યંતપણે દ્રઢ કરવા યોગ્ય છે. જગતદ્રષ્ટિએ કલ્યાણ અસંભવિત જાણી આ કહેલી વાત ધ્યાનમાં લેવાજોગ છે, એ વિચાર રાખવો. 1 આ પત્ર પહેલાંની આવૃત્તિમાં નથી; છતાં ‘તત્ત્વજ્ઞાન' ની આવૃત્તિઓમાં છપાયેલ છે, તેથી તેની મિતિને અનુસરીને તેને પત્ર 442 પછી મૂકવા યોગ્ય છે. છતાં ત્યાં મૂકવાનો રહી ગયો હોવાથી અહીં આંક 442-1 તરીકે મૂક્યો છે.