________________ 441 હાલ તે તરફ થયેલા શ્રાવકો વગેરેના સમાગમ સંબંધીની મુંબઈ, ચૈત્ર સુદ 9, 1949 મુમુક્ષભાઈ શ્રી મનસુખ દેવશી, લીમડી. હાલ તે તરફ થયેલા શ્રાવકો વગેરેના સમાગમ સંબંધીની વિગત વાંચી છે. તે પ્રસંગમાં રુચિ કે અરુચિ જીવને ઉદય આવી નહીં, તે શ્રેયવાળું કારણ જાણી, તેને અનુસરી નિરંતર પ્રવર્તન કરવાનો પરિચય કરવો યોગ્ય છે, અને તે અસત્સંગનો પરિચય જેમ ઓછો પડે તેમ તેની અનુકંપા ઇચ્છી રહેવું યોગ્ય છે. જેમ બને તેમ સત્સંગના જોગને ઇચ્છવો અને પોતાના દોષને જોવા યોગ્ય છે.