________________ 439 “સમતા રમતા ઊરધતા", એ પદ વગેરે પદ મુંબઈ, ચૈત્ર સુદ 6, ગુરૂ, 1949 સમતા રમતા ઊરધતા”, એ પદ વગેરે પદ જે જીવ લક્ષણનાં લખ્યાં હતાં, તેનો વિશેષ અર્થ લખી પત્ર 1 દિવસ પાંચ થયાં મોરબી રવાને કર્યો છે, જે મોરબી ગયે પ્રાપ્ત થવો સંભવે છે. ઉપાધિનો જોગ વિશેષ રહે છે. જેમ જેમ નિવૃત્તિના જોગની વિશેષ ઇચ્છા થઈ આવે છે, તેમ તેમ ઉપાધિની પ્રાપ્તિનો જોગ વિશેષ દેખાય છે. ચારે બાજુથી ઉપાધિનો ભીડો છે. કોઈ એવી બાજુ અત્યારે જણાતી નથી કે અત્યારે જ એમાંથી છૂટી ચાલ્યા જવું હોય તો કોઈનો અપરાધ કર્યો ન ગણાય. છૂટવા જતાં કોઈના મુખ્ય અપરાધમાં આવી જવાનો સ્પષ્ટ સંભવ દેખાય છે, અને આ વર્તમાન અવસ્થા ઉપાધિરહિતપણાને અત્યંત યોગ્ય છે, પ્રારબ્ધની વ્યવસ્થા એવી પ્રબંધ કરી હશે. લિ૦ રાયચંદના પ્રણામ.