________________ 430 કોઈ પણ જીવ પરમાર્થ પ્રત્યે માત્ર અંશપણે મુંબઈ, માહ વદ 0)), ગુરૂ, 1949 અત્ર પ્રવૃત્તિઉદયે સમાધિ છે. લીમડી વિષે જે આપને વિચાર રહે છે, તે કરુણા ભાવના કારણથી રહે છે, એમ અમે જાણીએ છીએ. કોઈ પણ જીવ પરમાર્થ પ્રત્યે માત્ર અંશપણે પણ પ્રાપ્ત થવાના કારણને પ્રાપ્ત થાય એમ નિષ્કારણ કરુણાશીલ એવા ઋષભાદિ તીર્થકરોએ પણ કર્યું છે, કારણ કે સત્પરુષોના સંપ્રદાયની સનાતન એવી કરુણાવસ્થા હોય છે કે, સમયમાત્રના અનવકાશે આખો લોક આત્માવસ્થા પ્રત્યે હો, આત્મસ્વરૂપ પ્રત્યે હો; આત્મસમાધિ પ્રત્યે હો, અન્ય અવસ્થા પ્રત્યે ન હો, અન્ય સ્વરૂપ પ્રત્યે ન હો, અન્ય આધિ પ્રત્યે ન હો; જે જ્ઞાનથી સ્વાત્મસ્થ પરિણામ હોય છે, તે જ્ઞાન સર્વ જીવો પ્રત્યે પ્રગટ હો, અનવકાશપણે સર્વ જીવ તે જ્ઞાન પ્રત્યે રુચિપણે હોએવો જ જેનો કરુણાશીલ સહજ સ્વભાવ છે, તે સંપ્રદાય સનાતન સપુરુષોનો છે. આપના અંતઃકરણમાં એવી કરુણાવૃત્તિથી લીમડી વિષેનો વારંવાર વિચાર આવ્યા કરે છે, અને આપના વિચારનું એક અંશ પણ ફળ પ્રાપ્ત થાય અથવા તે ફળ પ્રાપ્ત થવાનું એક અંશ પણ કારણ ઉત્પન્ન થાય તો આ પંચમકાળમાં તીર્થકરનો માર્ગ બહુ અંશે પ્રગટ થવા બરોબર છે, તથાપિ તેમ થવું સંભવિત નથી અને તે વાટે થવા યોગ્ય નથી એમ અમને લાગે છે. જેથી સંભવિત થવાયોગ્ય છે અથવા એનો જે માર્ગ છે, તે હાલ તો પ્રવૃત્તિના ઉદયમાં છે, અને તે કારણ જ્યાં સુધી તેમને લક્ષગત નહીં થાય ત્યાં સુધી બીજા ઉપાય તે પ્રતિબંધરૂપ છે, નિઃસંશય પ્રતિબંધરૂપ છે. જીવ જો અજ્ઞાનપરિણામી હોય તો તે અજ્ઞાન નિયમિતપણે આરાધવાથી જેમ કલ્યાણ નથી, તેમ મોહરૂપ એવો એ માર્ગ અથવા એવા એ લોક સંબંધી માર્ગ તે માત્ર સંસાર છે, તે પછી ગમે તે આકારમાં મૂકો તોપણ સંસાર છે, તે સંસારપરિણામથી રહિત કરવા અસંસારગત વાણીનો અસ્વચ્છેદપરિણામે જ્યારે આધાર પ્રાપ્ત થાય છે, ત્યારે તે સંસારનો આકાર નિરાકારતાને પ્રાપ્ત થતો જાય છે. બીજા પ્રતિબંધ તેમની દ્રષ્ટિ પ્રમાણે કર્યા કરે છે. તેમ જ જ્ઞાનીનાં વચન પણ તેની તે દ્રષ્ટિએ આરાધે તો કલ્યાણ થવા યોગ્ય લાગતું નથી. માટે તમે એમ ત્યાં જણાવો કે તમે કોઈ કલ્યાણના કારણ નજીક થવાના ઉપાયની ઇચ્છા કરતા હો તો તેના પ્રતિબંધ ઓછા થવાના ઉપાય કરો; અને નહીં તો કલ્યાણની તૃષ્ણાનો ત્યાગ કરો. તમે એમ જાણતા હો કે અમે જેમ વર્તીએ છીએ તેમ કલ્યાણ છે, માત્ર અવ્યવસ્થા થઈ ગઈ છે, તે જ માત્ર અકલ્યાણ છે, એમ જાણતા હો તો તે યથાર્થ નથી. વાસ્તવ્યપણે તમારું જે વર્તવું છે, તેથી કલ્યાણ ન્યારું છે, અને તે તો જ્યારે જ્યારે જે જે જીવને તેવો તેવો ભવસ્થિત્યાદિ સમીપ જોગ હોય ત્યારે ત્યારે તેને તે પ્રાપ્ત થવા યોગ્ય છે. આખા સમૂહને વિષે કલ્યાણ માની લેવા યોગ્ય નથી, અને એમ જો કલ્યાણ થતું હોય તો તેનું ફળ સંસારાર્થ છે, કારણ કે પૂર્વે એમ કરી જીવ, સંસારી રહ્યા કર્યો છે. માટે તે વિચાર તો જ્યારે જેને આવવો હશે ત્યારે