________________ 428 કોઈ સગ્રંથનું વાંચન પ્રમાદ ઓછો થવા અર્થે રાખવા યોગ્ય છે મુંબઈ, માહ વદ 4, 1949 શુભેચ્છા સંપન્ન મુમુક્ષુજનો શ્રી અંબાલાલ વગેરે, પત્ર બે પહોંચ્યા છે. અત્ર સમાધિ પરિણામ છે. તથાપિ ઉપાધિનો પ્રસંગ વિશેષ રહે છે. અને તેમ કરવામાં ઉદાસીનતા છતાં ઉદયયોગ હોવાથી નિફ્લેશ પરિણામે પ્રવૃત્તિ કરવી ઘટે છે. કોઈ સગ્રંથનું વાંચન પ્રમાદ ઓછો થવા અર્થે રાખવા યોગ્ય છે.