________________ 427 તમો સર્વ મુમુક્ષુજન પ્રત્યે નમ્રપણે યથાયોગ્ય મુંબઈ, માહ સુદ 9, ગુરૂ, 1949 તમો સર્વ મુમુક્ષજન પ્રત્યે નમ્રપણે યથાયોગ્ય પ્રાપ્ત થાય, નિરંતર જ્ઞાની પુરુષની સેવાના ઇચ્છાવાન એવા અમે છીએ, તથાપિ આ દુષમ કાળને વિષે તો તેની પ્રાપ્તિ પરમ દુષમ દેખીએ છીએ, અને તેથી જ્ઞાની પુરુષના આશ્રયને વિષે સ્થિર બુદ્ધિ છે જેની, એવા મુમુક્ષુજનને વિષે સત્સંગપૂર્વક ભક્તિભાવે રહેવાની પ્રાપ્તિ તે મહા ભાગ્યરૂપ જાણીએ છીએ; તથાપિ હાલ તો તેથી વિપર્યય પ્રારબ્ધોદય વર્તે છે. સત્સંગનો લક્ષ અમારા આત્મા વિષે વસે છે, તથાપિ ઉદયાધીન સ્થિતિ છે અને તે એવા પરિણામે હાલ વર્તે છે કે તમ મુમુક્ષુજનનાં પત્રની પહોંચ માત્ર વિલંબેથી અપાય છે. ગમે તે સ્થિતિમાં પણ અપરાધયોગ્ય પરિણામ નથી.