________________ 424 ‘પુનર્જન્મ છે - જરૂર છે. મુંબઈ, કારતક વદ 12, 1949 સમાગમ ઇચ્છવા યોગ્ય મુમુક્ષભાઈ કૃષ્ણદાસાદિ પ્રત્યે, ‘પુનર્જન્મ છે - જરૂર છે. એ માટે “હું” અનુભવથી હા કહેવામાં અચળ છું એ વાક્ય પૂર્વભવના કોઈ જોગનું સ્મરણ થતી વખતે સિદ્ધ થયેલું લખ્યું છે. જેને, પુનર્જન્માદિ ભાવ કર્યા છે, તે ‘પદાર્થને', કોઈ પ્રકારે જાણીને તે વાક્ય લખાયું છે. મુમુક્ષુ જીવના દર્શનની તથા સમાગમની નિરંતર ઇચ્છા રાખીએ છીએ. તાપમાં વિશ્રાંતિનું સ્થાન તેને જાણીએ છીએ. તથાપિ હાલ તો ઉદયાધીન જોગ વર્તે છે. અત્યારે આટલું જ લખી શકીએ છીએ. શ્રી સુભાગ્ય અત્ર સુખવૃત્તિમાં છે. પ્રણામ પ્રાપ્ત થાય.