________________ Errorl Reference source not found. Error! Reference source not found. 421 જે પદાર્થમાંથી નિત્ય વ્યય વિશેષ થાય મુંબઈ, આશ્વિન, 1948 જે પદાર્થમાંથી નિત્ય વ્યય વિશેષ થાય અને આવૃત્તિ ઓછી હોય તે પદાર્થ ક્રમે કરી પોતાપણાનો ત્યાગ કરે છે, અર્થાત નાશ પામે છે, એવો વિચાર રાખી આ વ્યવસાયનો પ્રસંગ રાખ્યા જેવું છે. પૂર્વે ઉપાર્જિત કરેલું એવું જે કંઈ પ્રારબ્ધ છે તે વેદવા સિવાય બીજો પ્રકાર નથી, અને યોગ્ય પણ તે રીતે છે એમ જાણી જે જે પ્રકારે જે કાંઈ પ્રારબ્ધ ઉદય આવે છે તે સમ પરિણામથી વેદવાં ઘટે છે, અને તે કારણથી આ વ્યવસાયપ્રસંગ વર્તે છે. ચિત્તમાં કોઈ રીતે તે વ્યવસાયનું કર્તવ્યપણું નહીં જણાતાં છતાં તે વ્યવસાય માત્ર ખેદનો હેતુ છે, એવો પરમાર્થ નિશ્ચય છતાં પણ પ્રારબ્ધરૂપ હોવાથી, સત્સંગાદિ યોગને અપ્રધાનપણે વેદવો પડે છે. તે વેદવા વિષે ઇચ્છા-નિરિચ્છા નથી, પણ આત્માને અફળ એવી આ પ્રવૃત્તિનો સંબંધ રહેતો દેખી ખેદ થાય છે અને તે વિષે વારંવાર વિચાર રહ્યા કરે છે.