________________ 413 લોકવ્યાપક એવા અંધકારને વિષે સ્વએ કરી પ્રકાશિત એવા મુંબઈ, આસો વદ 8, 1948 લોકવ્યાપક એવા અંધકારને વિષે સ્વએ કરી પ્રકાશિત એવા જ્ઞાનીપુરુષ જ યથાતથ્ય દેખે છે. લોકની શબ્દાદિ કામના પ્રત્યે દેખતાં છતાં ઉદાસીન રહી જે માત્ર સ્પષ્ટપણે પોતાને દેખે છે, એવા જ્ઞાનીને નમસ્કાર કરીએ છીએ, અને જ્ઞાને સ્ફરિત એવા આત્મભાવને અત્યારે આટલું લખી તટસ્થ કરીએ છીએ. એ જ વિનંતિ.