________________ 410 પ્રગટ આત્મસ્વરૂપ અવિચ્છિન્નપણે ભજવા યોગ્ય છે મુંબઈ, આસો સુદ 7, ભોમ, 1948 પ્રગટ આત્મસ્વરૂપ અવિચ્છિન્નપણે ભજવા યોગ્ય છે. વાસ્તવિક તો એમ છે કે કરેલાં કર્મ ભોગવ્યા વિના નિવૃત્ત થાય નહીં, અને નહીં કરેલું એવું કંઈ કર્મફળ પ્રાપ્ત થાય નહીં. કોઈ કોઈ વખત અકસ્માત કોઈનું શુભ અથવા અશુભ વર અથવા શાપથી થયેલું દેખવામાં આવે છે, તે કંઈ નહીં કરેલાં કર્મનું ફળ નથી. કોઈ પણ પ્રકારે કરેલાં કર્મનું ફળ છે. એકેન્દ્રિયનું એકાવતારીપણું અપેક્ષાએ જાણવા યોગ્ય છે. એ જ વિનંતિ.