________________ 409 જીવનું કર્તૃત્વઅકર્તૃત્વપણું સમાગમે મુંબઈ, આસો સુદ 1, બુધ, 1948 જીવનું કર્તૃત્વઅકર્તૃત્વપણું સમાગમે શ્રવણ થઈ નિદિધ્યાસન કરવા યોગ્ય છે. વનસ્પતિ આદિના જોગથી પારો બંધાઈ તેનું રૂપાં વગેરે રૂપ થવું તે સંભવતું નથી, તેમ નથી. યોગસિદ્ધિના પ્રકારે કોઈ રીતે તેમ બનવા યોગ્ય છે, અને તે યોગનાં આઠ અંગમાંનાં પાંચ જેને પ્રાપ્ત છે તેને વિષે સિદ્ધિજોગ હોય છે. આ સિવાયની કલ્પના માત્ર કાળક્ષેપરૂપ છે. તેનો વિચાર ઉદય આવે તે પણ એક કૌતુકભૂત છે. કૌતુક આત્મપરિણામને વિષે યોગ્ય નથી. પારાનું સ્વાભાવિક પારાપણું છે.