________________ 406 પરમાર્થ શીધ્ર પ્રકાશ પામે તેમ થવા વિષે તમ બન્નેનો આગ્રહ પ્રાપ્ત થયો મુંબઈ, ભાદરવા સુદ 12, રવિ, 1948 પરમાર્થ શીધ્ર પ્રકાશ પામે તેમ થવા વિષે તમ બન્નેનો આગ્રહ પ્રાપ્ત થયો, તેમ જ વ્યવહારચિંતા વિષે લખ્યું, અને તેમાં પણ સકામપણું નિવેદન કર્યું તે પણ આગ્રહરૂપે પ્રાપ્ત થયેલ છે. હાલ તો એ સર્વ વિસર્જન કરવારૂપ ઉદાસીનતા વર્તે છે, અને તે સર્વ ઈશ્વરેચ્છાધીન સોંપવા યોગ્ય છે. હાલ એ બેય વાત અમે ફરી ન લખીએ ત્યાં સુધી વિસ્મરણ કરવા યોગ્ય છે. જો બને તો તમે અને ગોસળિયા કંઈ અપૂર્વ વિચાર આવ્યા હોય તો તે લખશો. એ જ વિનંતિ.