________________ 405 કંઈ પણ સત્સંગવાર્તાનો પરિચય વધે તેમ યત્ન કરવો યોગ્ય છે મુંબઈ, ભાદરવા સુદ 10, ગુરૂ, 1948 અત્ર ક્ષણપર્યંત તમ પ્રત્યે કોઈ પણ પ્રકારે પૂર્વાદિ કાળને વિષે મન, વચન, કાયાના યોગથી જે જે અપરાધાદિ કંઈ થયું હોય તે સર્વ અત્યંત આત્મભાવથી વિસ્મરણ કરી ક્ષમા ઇચ્છું છું; હવે પછીના કોઈ પણ કાળને વિષે તમ પ્રત્યે તે પ્રકાર થવો અસંભવિત જાણું છું, તેમ છતાં પણ કોઈક અનુપયોગભાવે દેહપર્યતને વિષે તે પ્રકાર ક્વચિત થાય તો તે વિષે પણ અત્ર અત્યંત નમ્ર પરિણામે ક્ષમા ઇચ્છું છું, અને તે ક્ષમારૂપ ભાવ આ પત્રને વિચારતાં વારંવાર ચિંતવી તમે પણ તે સર્વ પ્રકાર અમ પ્રત્યેના પૂર્વકાળના, વિસ્મરણ કરવાને યોગ્ય છો. કંઈ પણ સત્સંગવાર્તાનો પરિચય વધે તેમ યત્ન કરવો યોગ્ય છે. એ જ વિનંતિ. રાયચંદ