________________ 404 સ્વસ્તિ શ્રી સ્તંભતીર્થ શુભસ્થાને સ્થિત, શુભવૃત્તિસંપન્ન મુમુક્ષુભાઈ કૃષ્ણદાસાદિ પ્રત્યે મુંબઈ, ભાદરવા સુદ 10, ગુરૂ, 1948 સ્વસ્તિ શ્રી સ્તંભતીર્થ શુભસ્થાને સ્થિત, શુભવૃત્તિસંપન્ન મુમુક્ષભાઈ કૃષ્ણદાસાદિ પ્રત્યે, સંસારકાળથી તે અત્ર ક્ષણ સુધીમાં તમ પ્રત્યે કોઈ પણ પ્રકારનો અવિનય, અભક્તિ, અસત્કાર કે તેના બીજા અન્ય પ્રકાર સંબંધી કોઈ પણ અપરાધ મન, વચન, કાયાના પરિણામથી થયો હોય તે સર્વ અત્યંત નમ્રપણે, તે સર્વ અપરાધોના અત્યંત લય પરિણામરૂપ આત્મસ્થિતિએ કરી હું સર્વ પ્રકારે કરી ક્ષમાવું છું; અને તે ક્ષમાવવાને યોગ્ય છું. તમને કોઈ પણ પ્રકારે તે અપરાધાદિનો અનુપયોગ હોય તોપણ અત્યંતપણે અમારી તેવી પૂર્વકાળ સંબંધીની કોઈ પ્રકારે પણ સંભાવના જાણી અત્યંતપણે ક્ષમા આપવા યોગ્ય આત્મસ્થિતિ કરવા અત્ર ક્ષણ લધુત્વપણે વિનંતિ છે. અત્યારે એ જ.