________________ 403 જે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે છે તે પ્રકાર ધર્મના છે મુંબઈ, ભાદરવા સુદ 10, ગુરૂ, 1948 જે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે છે તે પ્રકાર ધર્મના છે. આત્મા જે પ્રકારે અન્યભાવ પામે, તે પ્રકાર અન્યરૂપ છે, ધર્મરૂપ નથી. તમે હાલ જે નિષ્ઠા, વચનના શ્રવણ પછી, અંગીકૃત કરી છે તે નિષ્ઠા શ્રેયજોગ છે. દ્રઢ મુમુક્ષુને સત્સંગે તે નિષ્ઠાદિ અનુક્રમે વર્ધમાનપણાને પ્રાપ્ત થઈ આત્મસ્થિતિરૂપ થાય છે. જીવે ધર્મ પોતાની કલ્પના વડે અથવા કલ્પનાપ્રાપ્ત અન્ય પુરુષ વડે શ્રવણ કરવા જોગ, મનન કરવા જોગ કે આરાધવા જોગ નથી. માત્ર આત્મસ્થિતિ છે જેની એવા સત્પષથી જ આત્મા કે આત્મધર્મ શ્રવણ કરવા જોગ છે, યાવતું આરાધવા જોગ છે.