________________ 395 વિક્ષેપરહિત એવું જેનું વિચારજ્ઞાન થયું છે મુંબઈ, શ્રાવણ વદ, 1948 ‘તેમ શ્રતધર્મે રે મન દ્રઢ ધરે, જ્ઞાનાક્ષેપકવંત.’ વિક્ષેપરહિત એવું જેનું વિચારજ્ઞાન થયું છે એવો ‘જ્ઞાનાક્ષેપકવંત’ આત્મકલ્યાણની ઇચ્છાવાળો પુરુષ હોય તે જ્ઞાનીમુખેથી શ્રવણ થયો છે એવો જે આત્મકલ્યાણરૂપ ધર્મ તેને વિષે નિશ્ચળ પરિણામે મનને ધારણ કરે, એ સામાન્ય ભાવ ઉપરનાં પદોનો છે. તે નિશ્ચળ પરિણામનું સ્વરૂપ ત્યાં કેવું ઘટે છે ? તે પ્રથમ જ જણાવ્યું છે, કે પ્રિય એવા પોતાના સ્વામીને વિષે બીજાં ગૃહકામને વિષે પ્રવર્તન છતાં પણ પતિવ્રતા એવી સ્ત્રીનું મન વર્તે છે તે પ્રકારે. જે પદનો વિશેષ અર્થ આગળ લખ્યો છે, તે સ્મરણમાં લાવી સિદ્ધાંતરૂપ એવાં ઉપરનાં પદને વિષે સંધીભૂત કરવું યોગ્ય છે. કારણ કે “મન મહિલાનું વહાલા ઉપરે’ એ પદ તે દ્રષ્ટાંતરૂપ છે. અત્યંત સમર્થ એવો સિદ્ધાંત પ્રતિપાદન કરતાં જીવના પરિણામમાં તે સિદ્ધાંત સ્થિત થવાને અર્થે સમર્થ એવું દ્રષ્ટાંત દેવું ઘટે છે, એમ જાણી ગ્રંથકર્તા તે સ્થળે જગતમાં, સંસારમાં પ્રાયે મુખ્ય એવો જે પુરુષ પ્રત્યેનો ‘ક્લેશાદિભાવ રહિત એવો કામ્યપ્રેમ સ્ત્રીનો તે જ પ્રેમ પુરુષથી શ્રવણ થયો હોય જે ધર્મ તેને વિષે પરિણમિત કરવા કહે છે. તે સત્પરુષ દ્વારા શ્રવણપ્રાપ્ત થયો છે જે ધર્મ તેમાં સર્વ બીજા જે પદાર્થ પ્રત્યે પ્રેમ રહ્યો છે તેથી ઉદાસીન થઈ એક લક્ષપણે, એક ધ્યાનપણે, એક લયપણે, એક સ્મરણપણે, એક શ્રેણીપણે, એક ઉપયોગપણે, એક પરિણામપણે સર્વ વૃત્તિમાં રહેલો જે કામ્યપ્રેમ તે મટાડી, શ્રતધર્મરૂપ કરવાનો ઉપદેશ કર્યો છે, એ કામ્યપ્રેમથી અનંતગણ વિશિષ્ટ એવો શ્રત પ્રત્યે પ્રેમ કરવો ઘટે છે, તથાપિ દ્રષ્ટાંત પરિસીમા ક્યું નથી, જેથી દ્રષ્ટાંતની પરિસીમા જ્યાં થઈ ત્યાં સુધીનો પ્રેમ કહ્યો છે. સિદ્ધાંત ત્યાં પરિસીમાપણાને પમાડ્યો નથી. અનાદિથી જીવને સંસારરૂપ અનંત પરિણતિ પ્રાપ્ત થવાથી અસંસારપણારૂપ કોઈ અંશ પ્રત્યે તેને બોધ નથી. ઘણાં કારણોનો જોગ પ્રાપ્ત થયે તે અંશદ્રષ્ટિ પ્રગટવાનો જોગ પ્રાપ્ત થયો તો તે વિષમ એવી સંસારપરિણતિ આડે તેને તે અવકાશ પ્રાપ્ત થતો નથી, જ્યાં સુધી તે અવકાશ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જીવને સ્વપ્રાપ્તિભાન ઘટતું નથી. જ્યાં સુધી તે પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી જીવને કંઈ સુખ કહેવું ઘટતું નથી, દુઃખી કહેવો ઘટે છે, એમ દેખી અત્યંત અનંત કરુણા પ્રાપ્ત થઈ છે જેને, એવા આપ્તપુરુષે દુઃખ મટવાનો માર્ગ જામ્યો છે, જે તે કહેતા હતા, કહે છે, ભવિષ્યકાળે કહેશે. તે માર્ગ એ કે જીવનું સ્વાભાવિકપણું પ્રગટ્યું છે જેને વિષે, જીવનું સ્વાભાવિક સુખ પ્રગટ્યું છે જેને વિષે, એવો જ્ઞાની પુરુષ તે જ તે અજ્ઞાનપરિણતિ અને