________________ 393 મન મહિલાનું રે વહાલા ઉપરે, બીજાં કામ કરત; મુંબઈ, શ્રાવણ સુદ 10, બુધ, 1948 મન મહિલાનું રે વહાલા ઉપરે, બીજાં કામ કરત; મન મહિલાનું રે વહાલા ઉપરે, બીજાં કામ કરત; તેમ શ્રતધર્મે રે મન દ્રઢ ધરે, જ્ઞાનાક્ષેપકવંત. જેમાં મનની વ્યાખ્યા વિષે લખ્યું છે તે પત્ર, જેમાં પીપળ-પાનનું દ્રષ્ટાંત લખ્યું છે તે પતું, જેમાં ‘યમ નિયમ સંયમ આપ કિયો’ એ આદિ કાવ્યાદિ વિષે લખ્યું છે તે પત્ર, જેમાં મનાદિ નિરોધ કરતાં શરીરાદિ વ્યથા ઉત્પન્ન થવા વિષેનું સૂચવન છે તે પત્ર, અને ત્યારપછીનું એક સામાન્ય, એમ પત્ર-પત્તાં મળ્યાં તે પહોંચ્યાં છે. તેને વિષે મુખ્ય એવી જે ભક્તિ સંબંધીની ઇચ્છા, મૂર્તિનું પ્રત્યક્ષ થવું, એ વાત વિષેનું પ્રધાન વાક્ય વાંચેલ છે, લક્ષમાં છે. એ પ્રશ્ન સિવાય બાકીનાં પત્રો સંબંધી ઉત્તર લખવાનો અનુક્રમ વિચાર થતાં થતાં હાલ તે સમાગમે પૂછવા યોગ્ય જાણીએ છીએ અર્થાત્ એમ જણાવવું હાલ યોગ્ય ભાસે છે. બીજાં પણ જે કોઈ પરમાર્થ સંબંધી વિચાર-પ્રશ્ન ઉત્પન્ન થાય તે લખી રાખવાનું બની શકે તેવું હોય તો લખી રાખવાનો વિચાર યોગ્ય છે. પૂર્વે આરાધેલી એવી માત્ર જેનું નામ ઉપાધિ છે એવી સમાધિ ઉદયપણે વર્તે છે. વાંચન, શ્રવણ, મનનનો હાલ ત્યાં જોગ કેવા પ્રકારનો બને છે ? આનંદઘનજીનાં બે વાક્ય સ્મૃતિમાં આવે છે તે લખી અત્યારે આ પત્ર સમાપ્ત કરું છું. ઇણવિધ પરખી મન વિસરામી, જિનવર ગુણ ને ગાવે; ઇણવિધ પરખી મન વિસરામી, જિનવર ગુણ જે ગાવે; દીનબંધુની મહેર નજરથી, આનંદઘન પદ પાવે. હો મલ્લિજિન સેવક કેમ અવગણીએ. મન મહિલાનું રે વહાલા ઉપરે, બીજાં કામ કરંત; જિન થઈ જિનવર જે આરાધે, તે સહી જિનવર હોવે રે,