________________ 391 “સ એક પ્રદેશ પણ અસમીપ નથી મુંબઈ, શ્રાવણ સુદ 10, બુધ, 1948 કેવળ નિષ્કામ એવા યથાયોગ્ય. અત્ર ઉપાધિયોગમાં છીએ એમ જાણીને પત્રાદિ પાઠવવાનું નહીં કર્યું હોય એમ જાણીએ છીએ. શાસ્ત્રાદિ વિચાર, સત્કથા પ્રસંગે ત્યાં કેવા યોગથી વર્તવું થાય છે? તે લખશો. ‘સત’ એક પ્રદેશ પણ અસમીપ નથી, તથાપિ તે પ્રાપ્ત થવાને વિષે અનંત અંતરાય - લોકપ્રમાણે પ્રત્યેક એવા રહ્યા છે. જીવને કર્તવ્ય એ છે કે અપ્રમત્તપણે તે ‘સત’નું શ્રવણ, મનન, નિદિધ્યાસન કરવાનો અખંડ નિશ્ચય રાખવો.. તમ સર્વને નિષ્કામપણે યથા.