________________ 390 જે ઉપાર્જિત કર્મ ભોગવતાં ઘણો વખત ભાવિમાં વ્યતીત થશે મુંબઈ, શ્રાવણ સુદ 10, બુધ, 1948 નમઃ નિષ્કામ યથાયોગ્ય. આત્મરૂપ શ્રી સુભાગ્ય પ્રત્યે. જે ઉપાર્જિત કર્મ ભોગવતાં ઘણો વખત ભાવિમાં વ્યતીત થશે, તે બળવાનપણે ઉદયમાં વર્તી ક્ષયપણાને પામતાં હોય તો તેમ થવા દેવા યોગ્ય છે, એમ ઘણાં વર્ષનો સંકલ્પ છે. વ્યાવહારિક પ્રસંગ સંબંધી ચોતરફથી ચિંતા ઉત્પન્ન થાય એવાં કારણો જોઈને પણ નિર્ભયતા, આશ્રય રાખવા યોગ્ય છે. માર્ગ એવો છે. અમે વિશેષ હાલ કંઈ લખી શકતા નથી, તે માટે ક્ષમા માગીએ છીએ અને નિષ્ઠામપણે સ્મૃતિપૂર્વક નમસ્કાર કરીએ છીએ. એ જ વિનંતિ. નાગર સુખ પામર નવ જાણે, વલ્લભ સુખ ન કુમારી, અનુભવ વિણ તેમ ધ્યાન તણું સુખ, કોણ જાણે નર નારી રે, ભવિકા૦ મન મહિલાનું રે વહાલા ઉપરે, બીજાં કામ કરત.