________________ 389 અસત્સંગમાં ઉદાસીન રહેવા માટે જીવને વિષે અપ્રમાદપણે નિશ્ચય થાય છે, ત્યારે સત્તાન” સમજાય છે. મુંબઈ, શ્રાવણ સુદ 10, બુધ, 1948 અસત્સંગમાં ઉદાસીન રહેવા માટે જીવને વિષે અપ્રમાદપણે નિશ્ચય થાય છે, ત્યારે “સલ્તાન' સમજાય છે, તે પહેલાં પ્રાપ્ત થયેલ બોધને ઘણા પ્રકારના અંતરાય હોય છે. જગત અને મોક્ષનો માર્ગ એ બે એક નથી. જેને જગતની ઇચ્છા, રુચિ, ભાવના તેને મોક્ષને વિષે અનિચ્છા, અરુચિ, અભાવના હોય એમ જણાય છે.