________________ 379 જેની પ્રાપ્તિ પછી અનંત કાળનું વાચકપણું મટી મુંબઈ, જેઠ વદ 0)), શુક્ર, 1948 હૃદયરૂપ શ્રી સુભાગ્ય, જેની પ્રાપ્તિ પછી અનંત કાળને યાચકપણું મટી, સર્વ કાળને માટે અયાચકપણું પ્રાપ્ત હોય છે એવો જો કોઈ હોય તો તે તરણતારણ જાણીએ છીએ, તેને ભજો. મોક્ષ તો આ કાળને વિષે પણ પ્રાપ્ત હોય, અથવા પ્રાપ્ત થાય છે. પણ મુક્તપણાનું દાન આપનાર એવા પુરુષની પ્રાપ્તિ પરમ દુર્લભ છે; અર્થાત મોક્ષ દુર્લભ નથી, દાતા દુર્લભ છે. ઉપાધિજોગનું અધિકપણું વર્તે છે. બળવાન ક્લેશ જેવો ઉપાધિયોગ આપવાની ‘હરિઇચ્છા' હશે, ત્યાં હવે તે જેમ ઉદય આવે તેમ વેદન કરવા યોગ્ય જાણીએ છીએ. સંસારથી કંટાળ્યા તો ઘણો કાળ થઈ ગયો છે. તથાપિ સંસારનો પ્રસંગ હજી વિરામ પામતો નથી, એ એક પ્રકારનો મોટો ‘ફ્લેશ’ વર્તે છે. તમારા સત્સંગને વિષે અત્યંત રુચિ રહે છે, તથાપિ તે પ્રસંગ થવા હાલ તો ‘નિર્બળ’ થઈ શ્રી ‘હરિ’ને હાથ સોંપીએ છીએ. અમને તો કંઈ કરવા વિષે બુદ્ધિ થતી નથી, અને લખવા વિષે બુદ્ધિ થતી નથી. કંઈક વાણીએ વર્તીએ છીએ, તેમાં પણ બુદ્ધિ થતી નથી, માત્ર આત્મરૂપ મૌનપણું, અને તે સંબંધી પ્રસંગ, એને વિષે બુદ્ધિ રહે છે. અને પ્રસંગ તો તેથી અન્ય પ્રકારના વર્તે છે. એવી જ ‘ઈશ્વરેચ્છા' હશે ! એમ જાણી જેમ સ્થિતિ પ્રાપ્ત થાય છે, તેમ જ યોગ્ય જાણી રહીએ છીએ. ‘બુદ્ધિ તો મોક્ષને વિષે પણ સ્પ્રહાવાળી નથી.’ પણ પ્રસંગ આ વર્તે છે. સત્સંગને વિષે રુચિકર એવા ડુંગરને અમારા પ્રણામ પ્રાપ્ત હો. ‘વનની મારી કોયલ' એવી એક ગુર્જરાદિ દેશની કહેવત આ પ્રસંગને વિષે યોગ્ય છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ નમસ્કાર પહોંચે.