________________ 378 નિશ્ચયને વિષે અકર્તા; વ્યવહારને વિષે કર્તા મુંબઈ, જેઠ સુદ 10, રવિ, 1948 ઈશ્વરાદિ સંબંધી જે નિશ્ચય છે, તેને વિષે હાલ વિચારનો ત્યાગ કરી સામાન્યપણે ‘સમયસારનું વાંચન કરવું યોગ્ય છે, અર્થાત્ ઈશ્વરના આશ્રયથી હાલ ધીરજ રહે છે, તે ધીરજ તેના વિકલ્પમાં પડવાથી રહેવી વિકટ છે. ‘નિશ્ચય’ને વિષે અકર્તા, ‘વ્યવહાર’ને વિષે કર્તા, ઇત્યાદિ જે વ્યાખ્યાન ‘સમયસારને વિષે છે, તે વિચારવાને યોગ્ય છે, તથાપિ નિવૃત્ત થયા છે જેના બોધ સંબંધી દોષ એવા જે જ્ઞાની તે પ્રત્યેથી એ પ્રકાર સમજવા યોગ્ય છે. સમજવા યોગ્ય તો જે છે તે .... સ્વરૂપ, પ્રાપ્ત થયું છે જેને નિર્વિકલ્પપણું એવા જ્ઞાનીથી - તેના આશ્રયે જીવના દોષ ગળિત થઈ પ્રાપ્ત હોય છે, સમજાય છે. છ માસ સંપૂર્ણ થયાં જેને પરમાર્થ પ્રત્યે એક પણ વિકલ્પ ઉત્પન્ન થયો નથી એવા શ્રી ....ને નમસ્કાર છે.