________________ 373 મનને લઈને આ બધું છે મુંબઈ, વૈશાખ વદ 14, બુધ, 1948 મોહમયીથી જેની અમોહપણે સ્થિતિ છે, એવા શ્રી ..... ના યથા ‘મનને લઈને આ બધું છે” એવો જે અત્યાર સુધીનો થયેલો નિર્ણય લખ્યો, તે સામાન્ય પ્રકારે તો યથાતથ્ય છે. તથાપિ ‘મન’, ‘તેને લઈને', અને ‘આ બધું’ અને ‘તેનો નિર્ણય', એવા જે ચાર ભાગ એ વાક્યના થાય છે, તે ઘણા કાળના બોધે જેમ છે તેમ સમજાય એમ જાણીએ છીએ. જેને તે સમજાય છે તેને મન વશ વર્તે છે; વર્તે છે, એ વાત નિશ્ચયરૂપ છે; તથાપિ ન વર્તતું હોય તોપણ તે આત્મસ્વરૂપને વિષે જ વર્તે છે. એ મન વશ થવાનો ઉત્તર ઉપર લખ્યો છે, તે સર્વથી મુખ્ય એવો લખ્યો છે. જે વાક્ય લખવામાં આવ્યાં છે તે ઘણા પ્રકારે વિચારવાને યોગ્ય છે. મહાત્માનો દેહ બે કારણને લઈને વિદ્યમાનપણે વર્તે છે, પ્રારબ્ધ કર્મ ભોગવવાને અર્થે, જીવોના કલ્યાણને અર્થે તથાપિ એ બન્નેમાં તે ઉદાસપણે ઉદય આવેલી વર્તનાએ વર્તે છે, એમ જાણીએ છીએ. ધ્યાન, જપ, તપ, ક્રિયા માત્ર એ સર્વ થકી, અમે જણાવેલું કોઈ વાક્ય જો પરમ ફળનું કારણ ધારતા હો તો, નિશ્ચયપણે ધારતા હો તો, પાછળથી બુદ્ધિ લોકસંજ્ઞા, શાસ્ત્રસંશા પર ન જતી હોય તો, જાય તો તે ભ્રાંતિ વડે ગઈ છે એમ ધારતા હો તો; તે વાક્યને ઘણા પ્રકારની ધીરજ વડે વિચારવા ધારતા હો તો, લખવાને ઇચ્છા પાથી વિશેષપણે નિશ્ચયને વિષે ધારણા કરવાને લખવું અગત્ય જેવું લાગે છે, તથાપિ ચિત્ત અવકાશરૂપે વર્તતું નથી, એટલે જે લખ્યું છે તે પ્રબળપણે માનશો. સર્વ પ્રકારે ઉપાધિયોગ તો નિવૃત્ત કરવા યોગ્ય છે; તથાપિ જો તે ઉપાધિયોગ સત્સંગાદિકને અર્થે જ ઇચ્છવામાં આવતો હોય, તેમજ પાછી ચિત્તસ્થિતિ સંભવપણે રહેતી હોય તો તે ઉપાધિયોગમાં પ્રવર્તવું શ્રેયસ્કર છે. અપ્રતિબદ્ધ પ્રણામ.