________________ 372 આપે ઉપાધિ દૂર થવા વિષેમાં જે સમાગમમાં રહેવાનું મુખ્ય કારણ બતાવ્યું તે યથાતથ્ય છે મુંબઈ, વૈશાખ વદ 14, બુધ, 1948 આપનું એક પત્ર આજે પ્રાપ્ત થયું. આપે ઉપાધિ દૂર થવા વિષેમાં જે સમાગમમાં રહેવાનું મુખ્ય કારણ બતાવ્યું તે યથાતથ્ય છે. આગળ ઘણા પ્રકારે આપે તે કારણ જણાવ્યું છે, પણ તે ઈશ્વરેચ્છાધીન છે; જે કંઈ પણ પ્રકારે પુરુષાર્થ થાય તે પ્રકારે હાલ તો કરો અને જે સમાગમની પરમ ઇચ્છા તેને વિષે જ અભેદચિંતન રાખો. આજીવિકાના કારણમાં વિઠ્ઠલપણું પ્રસંગોપાત્ત આવી જાય એ ખરું છે; તથાપિ ધીરજને વિષે વર્તવું યોગ્ય છે. ઉતાવળની અગત્ય નથી, અને તેમ વાસ્તવિક ભયનું કંઈ કારણ નથી.