________________ 366 મનમાં વારંવાર વિચારથી નિશ્ચય થઈ રહ્યો છે કે કોઈ પણ પ્રકારે ઉપયોગ ફરી અન્ય ભાવમાં પોતાપણું થતું નથી, અને અખંડ આત્મધ્યાન રહ્યા કરે છે, મુંબઈ, વૈશાખ સુદ 12, રવિ, 1948 હૃદયરૂપ શ્રી સુભાગ્ય, મનમાં વારંવાર વિચારથી નિશ્ચય થઈ રહ્યો છે કે કોઈ પણ પ્રકારે ઉપયોગ ફરી અન્ય ભાવમાં પોતાપણું થતું નથી, અને અખંડ આત્મધ્યાન રહ્યા કરે છે, એવી જે દશા તેને વિષે વિકટ ઉપાધિજોગનો ઉદય એ આશ્ચર્યકારક છે; હાલમાં તો થોડી ક્ષણની નિવૃત્તિ માંડ રહે છે, અને પ્રવૃત્તિ કરી શકે એવી યોગ્યતાવાળું તો ચિત્ત નથી, અને હાલ તેવી પ્રવૃત્તિ કરવી એ કર્તવ્ય છે, તો ઉદાસપણે તેમ કરીએ છીએ; મન ક્યાંય બાઝતું નથી, અને કંઈ ગમતું નથી; તથાપિ હાલ હરિઇચ્છા આધીન છે. નિરુપમ એવું જે આત્મધ્યાન, તીર્થકરાદિકે કર્યું છે, તે પરમ આશ્ચર્યકારક છે. તે કાળ પણ આશ્ચર્યકારક હતો. વધારે શું કહેવું ? ‘વનની મારી કોયલ' ની કહેવત પ્રમાણે આ કાળમાં, અને આ પ્રવૃત્તિમાં અમે છીએ.