________________ 363 અનંતકાળ વ્યવહાર કરવામાં વ્યતીત કર્યો છે, તો તેની જંજાળમાં પરમાર્થ વિસર્જન ન કરાય એમ જ વર્તવું, મુંબઈ, વૈશાખ સુદ 5, રવિ, 1948 હાલ તો અનુક્રમે ઉપાધિયોગ વિશેષ વર્યા કરે છે. વધારે શું લખવું? વ્યવહારના પ્રસંગમાં ધીરજ રાખવી યોગ્ય છે. એ વાત વિસર્જન નહીં થતી હોય, એમ ધારણા રહ્યા કરે છે. અનંતકાળ વ્યવહાર કરવામાં વ્યતીત કર્યો છે, તો તેની જંજાળમાં પરમાર્થ વિસર્જન ન કરાય એમ જ વર્તવું, એવો જેને નિશ્ચય છે, તેને તેમ હોય છે, એમ અમે જાણીએ છીએ. વનને વિષે ઉદાસીનપણે સ્થિત એવા જે યોગીઓ - તીર્થકરાદિક - તેનું આત્મત્વ સાંભરે છે.