________________ 360 જ્યાં પૂર્ણકામપણું છે, ત્યાં સર્વજ્ઞતા છે. મુંબઈ, ચૈત્ર વદ 12, રવિ, 1948 જ્યાં પૂર્ણકામપણું છે, ત્યાં સર્વજ્ઞતા છે. જેને બોધબીજની ઉત્પત્તિ હોય છે, તેને સ્વરૂપસુખથી કરીને પરિતૃપ્તપણે વર્તે છે, અને વિષય પ્રત્યે અપ્રયત્ન દશા વર્તે છે. જે જીવિતવ્યમાં ક્ષણિકપણું છે, તે જીવિતવ્યમાં જ્ઞાનીઓએ નિત્યપણું પ્રાપ્ત કર્યું છે, એ અચરજની વાત છે. જો જીવને પરિતૃપ્તપણે વર્યા કરતું ન હોય તો અખંડ એવો આત્મબોધ તેને સમજવો નહીં.