________________ 359 કોઈ પણ પ્રકારે પ્રથમ તો જીવનું પોતાપણું ટાળવા યોગ્ય છે. મુંબઈ, ચૈત્ર વદ 8, 1948 હૃદયરૂપ સુભાગ્ય, આજે પત્ર 1 પ્રાપ્ત થયું છે. પત્ર વાંચવા પરથી અને વૃત્તિજ્ઞાન પરથી હાલ આપને કાંઈક ઠીક રીતે ધીરજબળ રહે છે એમ જાણી સંતોષ કોઈ પણ પ્રકારે પ્રથમ તો જીવનું પોતાપણું ટાળવા યોગ્ય છે. દેહાભિમાન ગલિત થયું છે જેનું, તેને સર્વ સુખરૂપ જ છે. જેને ભેદ નથી તેને ખેદ સંભવતો નથી. હરિઇચ્છા પ્રત્યે વિશ્વાસ દ્રઢ રાખી વર્તો છો, એ પણ સાપેક્ષ સુખરૂપ છે. જે કંઈ વિચારો લખવા ઇચ્છા થાય તે લખવામાં ભેદ નથી રાખતા એમ અમે પણ જાણીએ છીએ.