________________ 358 જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ પદાર્થનો બોધ પામ્યો છે. જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને પામ્યો નથી. જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી બોધ પામ્યો છે તે જીવને સમ્યક દર્શન થાય છે. મુંબઈ, ચૈત્ર વદ 5, રવિ, 1948 જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ પદાર્થનો બોધ પામ્યો છે. જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને પામ્યો નથી. જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી બોધ પામ્યો છે તે જીવને સમ્યકદર્શન થાય છે. ‘વિચારસાગર’ અનુક્રમે (પ્રારંભથી છેવટ સુધી) વિચારવાનો હાલ પરિચય રાખવાનું બને તો કરવા યોગ્ય છે. માર્ગ બે પ્રકારનો જાણીએ છીએ. એક ઉપદેશ થવા અર્થેનો માર્ગ, એક વાસ્તવ્ય માર્ગ. ‘વિચારસાગર' ઉપદેશ થવા અર્થે વિચારવા યોગ્ય છે. જ્યારે જૈનશાસ્ત્ર વાંચવા જણાવીએ ત્યારે જૈની થવાને નથી જણાવતા, વેદાંતશાસ્ત્ર વાંચવા જણાવીએ ત્યારે વેદાંતી થવા નથી જણાવતા; તેમ જ અન્ય શાસ્ત્ર વાંચવા જણાવીએ ત્યારે અન્ય થવા નથી જણાવતા; માત્ર જે જણાવીએ છીએ, તે તમ સર્વને ઉપદેશ લેવા અર્થે જણાવીએ છીએ. જૈની અને વેદાંતી આદિનો ભેદ ત્યાગ કરો. આત્મા તેવો નથી.