________________ 353 સમય માત્ર પણ અપ્રમત્તધારાને નહીં વિસ્મરણ કરતું એવું જ આત્માકાર મન તે વર્તમાન સમયે ઉદય પ્રમાણે પ્રવૃત્તિ કરે છે મુંબઈ, ચૈત્ર સુદ 12, શુક્ર, 1948 મુમુક્ષતાપૂર્વક લખેલું તમ વગેરેનું પત્ર પહોંચ્યું છે. સમય માત્ર પણ અપ્રમત્તધારાને નહીં વિસ્મરણ કરતું એવું જે આત્માકાર મન તે વર્તમાન સમયે ઉદય પ્રમાણે પ્રવૃત્તિ કરે છે, અને જે કોઈ પણ પ્રકારે વર્તાય છે, તેનું કારણ પૂર્વે નિબંધન કરવામાં આવેલો એ ઉદય છે. તે ઉદયને વિષે પ્રીતિ પણ નથી, અને અપ્રીતિ પણ નથી. સમતા છે; કરવા યોગ્ય પણ એમ જ છે. પત્ર લક્ષમાં છે. યથાયોગ્ય.