________________ 345 કોઈ પણ પ્રકારે સત્સંગનો ભોગ બને તો તે કર્યા રહેવું મુંબઈ, ફાગણ વદ 11, ગુરૂ, 1948 કોઈ પણ પ્રકારે સત્સંગનો ભોગ બને તો તે કર્યા રહેવું, એ કર્તવ્ય છે, અને જે પ્રકારે જીવને મારાપણું વિશેષ થયા કરતું હોય અથવા વધ્યા કરતું હોય તે પ્રકારથી જેમ બને તેમ સંકોચાતું રહેવું, એ સત્સંગમાં પણ ફળ આપનાર ભાવના છે.