________________ 340 જે જ્ઞાન કરીને ભવાંત થાય છે, તે જ્ઞાન પ્રાપ્ત થવું જીવને ઘણું દુર્લભ છે. મુંબઈ, ફાગણ સુદ 15, રવિ, 1948 જેમાં ચાર પ્રશ્ન લખવામાં આવ્યાં છે તે, તથા સ્વાભાવિક ભાવ વિષે જિનનો જે ઉપદેશ છે તે વિષે લખ્યું છે, તે પત્ર ગઈ કાલે પ્રાપ્ત થયું છે. લખેલાં પ્રશ્નો ઘણાં ઉત્તમ છે, જે મુમુક્ષુ જીવને પરમ કલ્યાણને અર્થે ઊગવા યોગ્ય છે. તે પ્રશ્નોના ઉત્તર હવે પછી લખવાનો વિચાર છે. જે જ્ઞાન કરીને ભવાંત થાય છે, તે જ્ઞાન પ્રાપ્ત થવું જીવને ઘણું દુર્લભ છે. તથાપિ તે જ્ઞાન, સ્વરૂપે તો અત્યંત સુગમ છે, એમ જાણીએ છીએ. તે જ્ઞાન સુગમપણે પ્રાપ્ત થવામાં જે દશા જોઈએ છે, તે દશા પ્રાપ્ત થવી ઘણી ઘણી કઠણ છે; અને એ પ્રાપ્ત થવાનાં જે બે કારણ તે મળ્યા વિના જીવને અનંતકાળ થયાં રખડવું પડ્યું છે, જે બે કારણ મળે મોક્ષ હોય છે. પ્રણામ.