________________ 338 અત્યંત પરિણામમાં ઉદાસીનતા પરિણમ્યા કરે છે. મુંબઈ, ફાગણ સુદ 13, શુક્ર, 1948 અત્યંત પરિણામમાં ઉદાસીનતા પરિણમ્યા કરે છે. જેમ જેમ તેમ થાય છે, તેમ તેમ પ્રવૃત્તિ-પ્રસંગ પણ વધ્યા કરે છે. જે પ્રવૃત્તિનો પ્રસંગ પ્રાપ્ત થશે, એમ નહીં ધારેલું તે પણ પ્રાપ્ત થયા કરે છે, અને એથી એમ માનીએ છીએ કે ઉતાવળે પૂર્વે નિબંધન કરેલાં એવાં કર્મો નિવૃત્ત થવાને માટે ઉદયમાં આવે છે.