________________ 336 અત્રે ભાવસમાધિ છે. મુંબઈ, ફાગણ સુદ 11, બુધવાર, 1948 અત્રે ભાવસમાધિ છે. વિશેષ કરીને ‘વૈરાગ્ય પ્રકરણમાં શ્રી રામે જે પોતાને વૈરાગ્યનાં કારણો લાગ્યાં તે જણાવ્યાં છે, તે ફરી ફરી વિચારવા જેવા છે. ખંભાત પત્રપ્રસંગ રાખવો. તેમના તરફથી પત્ર આવવામાં ઢીલ થતી હોય તો આગ્રહથી લખશો એટલે ઢીલ ઓછી કરશે. પરસ્પર કંઈ પૃચ્છા કરવાનું સૂઝે તો તે પણ તેમને લખશો.