________________ 328 લેવેક ન રહી ઠોર, ત્યાગીવેક નાહીં ઓર મુંબઈ, માહ વદ 0)), રવિ, 1948 “લેવેકાં ન રહી ઠોર, ત્યાગીનેક નાહીં ઓર, બાકી કહા ઉબર્યો જુ, કારજ નવીનો હૈ!” સ્વરૂપનું ભાન થવાથી પૂર્ણકામપણું પ્રાપ્ત થયું, એટલે હવે બીજું કોઈ ક્ષેત્ર કંઈ પણ લેવાને માટે રહ્યું નથી. સ્વરૂપનો તો કોઈ કાળે ત્યાગ કરવાને મૂર્ખ પણ ઇચ્છે નહીં; અને જ્યાં કેવળ સ્વરૂપસ્થિતિ છે, ત્યાં તો પછી બીજું કંઈ રહ્યું નથી; એટલે ત્યાગવાપણું પણ રહ્યું નહીં. હવે જ્યારે લેવું, દેવું એ બન્ને નિવૃત્ત થઈ ગયું, ત્યારે બીજું કોઈ નવીન કાર્ય કરવાને માટે શું ઊગર્યું ? અર્થાત જેમ થવું જોઈએ તેમ થયું ત્યાં પછી બીજી લેવાદેવાની જંજાળ ક્યાંથી હોય ? એટલે કહે છે કે, અહીં પૂર્ણકામતા પ્રાપ્ત થઈ.