________________ 327 અદ્ભુત દશાના કાવ્યનો અર્થ લખી મોકલ્યો તે યથાર્થ છે મુંબઈ, માહ વદ 14, શનિ, 1948 અદ્ભુત દશાના કાવ્યનો અર્થ લખી મોકલ્યો તે યથાર્થ છે. અનુભવનું જેમ વિશેષ સામર્થ્ય ઉત્પન્ન હોય છે, તેમ એવાં કાવ્યો, શબ્દો, વાક્યો યથાતથ્યરૂપે પરિણમે છે; આશ્ચર્યકારક દશાનું એમાં વર્ણન છે. સપુરુષનું ઓળખાણ જીવને નથી પડતું અને પોતા સમાન વ્યાવહારિક કલ્પના તે પ્રત્યે રહે છે, એ જીવને કયા ઉપાયથી ટળે તે લખશો. ઉપાધિ પ્રસંગ બહુ રહે છે. સત્સંગ વિના જીવીએ છીએ. 1 જુઓ આંક 325