________________ 318 બીજાં કામમાં પ્રવર્તતાં પણ અન્યત્વભાવનાએ વર્તવાનો અભ્યાસ રાખવો યોગ્ય છે મુંબઈ, પોષ વદ 13, ગુરૂ, 1948 બીજાં કામમાં પ્રવર્તતાં પણ અન્યત્વભાવનાએ વર્તવાનો અભ્યાસ રાખવો યોગ્ય છે. વૈરાગ્યભાવનાએ ભૂષિત એવા ‘શાંતસુધારસાદિ ગ્રંથો નિરંતર ચિંતન કરવા યોગ્ય છે. પ્રમાદમાં વૈરાગ્યની તીવ્રતા, મુમુક્ષતા મંદ કરવા યોગ્ય નથી; એવો નિશ્ચય રાખવો યોગ્ય છે. શ્રી બોધસ્વરૂપ