________________ 315 અમે કોઈ વાર કંઈ કાવ્ય, પદ, કે ચરણ લખી મોકલીએ તે આપે ક્યાંય વાંચ્યાં, સાંભળ્યાં હોય તોપણ અપૂર્વવત માનવાં મુંબઈ, પોષ સુદ 11, 1948 અમે કોઈ વાર કંઈ કાવ્ય, પદ, કે ચરણ લખી મોકલીએ તે આપે ક્યાંય વાંચ્યાં, સાંભળ્યાં હોય તોપણ અપૂર્વવતુ માનવાં. અમે પોતે તો હાલ બનતા સુધી તેવું કંઈ કરવાનું ઇચ્છવા જેવી દશામાં નથી. સ્વરૂપ સહજમાં છે. જ્ઞાનીનાં ચરણસેવન વિના અનંત કાળ સુધી પણ પ્રાપ્ત ન થાય એવું વિકટ પણ છે. આત્મસંયમને સંભારીએ છીએ. યથારૂપ વીતરાગતાની પૂર્ણતા ઇચ્છીએ છીએ. એ જ શ્રી બોધસ્વરૂપના યથાયોગ્ય.