________________ 308 અત્ર સમાધિ છે. સ્મૃતિ રહે છે મુંબઈ, માગશર સુદિ 14, ભોમ, 1948 ૐ સત. શ્રી સહજ સમાધિ અત્ર સમાધિ છે. સ્મૃતિ રહે છે, તથાપિ નિરુપાયતા વર્તે છે. અસંગવૃત્તિ હોવાથી અણુમાત્ર ઉપાધિ સહન થઈ શકે તેવી દશા નથી, તોય સહન કરીએ છીએ. સત્સંગી ‘પર્વત’ને નામે જેમનું નામ છે તેમને યથાયોગ્ય. બન્ને જણા વિચાર કરી વસ્તુને ફરી ફરીને સમજો; મનથી કરેલો નિશ્ચય સાક્ષાત્ નિશ્ચય માનશો નહીં. જ્ઞાનીથી થયેલો નિશ્ચય જાણીને પ્રવર્તવામાં કલ્યાણ છે. પછી જેમ ભાવિ. સુધાને વિષે અમને સંદેહ નથી, તમે તેનું સ્વરૂપ સમજો, અને ત્યારે જ ફળ છે. પ્રણામ પહોંચે.